મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવમા નોરતે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે વરદાયિની માતાજીના દર્શન કર્યા હતા. નવમા નોરતે પ્રતિવર્ષ આસો નવરાત્રિમાં રૂપાલ વરદાયિની માતાજી મંદિરથી પલ્લી યાત્રા પરંપરાગત રીતે ઉજવાય છે. મુખ્યમંત્રીએ આ પલ્લી યાત્રા પૂર્વે વરદાયિની માતાજીના દર્શન પૂજન કર્યા હતા અને સૌની આરોગ્ય સુખાકારી સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીએ પલ્લીના અને માતાજીના દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી હતી અને તેમનું અભિવાદન ઝીલ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં સિંધુભવન રોડ પર બેંગોલ કલ્ચરલ એસોસિએશન દ્વારા આયોજિત કાલીબાડી દુર્ગાપૂજા મહોત્સવમાં સહભાગી થયા હતા અને મા દુર્ગાની આરતી ઉતારીને રાજ્યના લોકોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.