ઓક્ટોબર 20, 2026 10:41 એ એમ (AM)

printer

દેશભરમાં વિજયા દશમીની ધાર્મિક પરંપરા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી

વિજયા દશમી અને દશેરાનો તહેવાર, આજે દેશભરમાં ધાર્મિક પરંપરા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત અમદાવાદમાં અનેક જિલ્લાઓમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાઓનું દહન કરવામાં આવશે.

દશેરા પર્વ પર શસ્ત્ર પૂજનની વિશેષ પરંપરા મહીમા છે. આજે અમદાવાદમાં 52 ફૂટ ઊંચા રાવણનું દહન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા
કરવામાં આવશે. રાવણ દહનની સાથે 40 ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકરણના પૂતળાનું પણ દહન કરવામાં આવશે થલતેજ દુરદર્શન ટાવર પાસે આવેલા AES ગ્રાઉન્ડમાં ભવ્ય રાવણ દહન અને લોક ડાયરાનું આયોજન કરાયું છે.

દેશભરમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનો ઉત્સવ વિજયા દશમીના રોજ દુર્ગા વિસર્જન સાથે પૂર્ણ થશે. વેપાર ઉધોગના સાધનો અને હિસાબી ચોપડા માટે આયુધ પૂજા પણ કરાશે.

દશેરાના દિવસે વણજોયું મુહૂર્ત હોવાથી નવા વ્યવસાયો, શિક્ષણ અથવા
સર્જનાત્મક સાહસો શરૂ કરવા માટે અતિ શુભ સમય માનવામાં આવે છે એ સાથે આજે મોટાપાયે વાહનો અને દાગીનાની ખરીદી કરાશે.