જામનગરમાં સંસ્કૃત ભાષા, ભારતીય જ્ઞાનપરંપરા અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને સંવર્ધન માટે ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ની ઉજવણી શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર અને જામનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત આયોજનથી 25 થી 31 ઓગસ્ટ, 2026 દરમિયાન શહેરમાં વિવિધ જ્ઞાનવર્ધક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
સંસ્કૃત ભાષાના પ્રચાર માટે વિવિધ દિવસોની ઉજવણી
રાજ્યભરમાં યોજાઈ રહેલા આ મહોત્સવના ભાગરૂપે જામનગરમાં 25 ઓગસ્ટે સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી. કાર્યક્રમની રૂપરેખા મુજબ, આગામી 27 ઓગસ્ટના રોજ શહેરમાં ‘સંસ્કૃત સંભાષણ દિવસ’ અને 29 ઓગસ્ટે ‘સંસ્કૃત સાહિત્ય દિવસ’ની વિશેષ ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ સામાન્ય જનમાનસ અને ખાસ કરીને નવી પેઢીમાં દેવવાણી સંસ્કૃત પ્રત્યે જનજાગૃતિ અને ગૌરવની ભાવના કેળવવાનો છે.
ટાઉનહોલ ખાતેથી વિશાળ ગૌરવ યાત્રાનું પ્રસ્થાન
સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે શહેરના એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતેથી એક ભવ્ય ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ અને જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના હસ્તે આ યાત્રાને સત્તાવાર રીતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંસ્કૃત ભાષાના પ્રેમીઓ અને સામાન્ય નાગરિકોએ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
સંસ્કૃત ગીતો અને સુભાષિતોથી ગુંજી ઊઠ્યું શહેર
ગૌરવ યાત્રા દરમિયાન સહભાગીઓ દ્વારા શુદ્ધ ઉચ્ચારણ સાથે સંસ્કૃત ગીતો અને સુભાષિતોનું ગાન કરવામાં આવતાં શહેરના માર્ગો પર વાતાવરણ મંગળમય અને સંસ્કૃતમય બની ગયું હતું. ભારતીય સાંસ્કૃતિક પરંપરાનો સુંદર સંદેશ આપતી આ યાત્રાએ નગરજનોનું વિશેષ ધ્યાન આકર્ષિત કર્યું હતું.
બાઈટ: પી.બી. પંડ્યા ( કલેકટર જામનગર)