નવેમ્બર 13, 2026 2:18 પી એમ(PM)

printer

જામનગરના છ તાલુકાની 422માંથી 158 ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થતી હોવાથી આગામી 31 માર્ચ 2027 સુધીમાં સામાન્ય ચૂંટણી યોજાશે

જામનગર જિલ્લાના છ તાલુકાની 422માંથી 158 ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થતી હોવાથી આગામી 31 માર્ચ 2027 સુધીમાં સામાન્ય ચૂંટણી યોજાશે. આ ઉપરાંત જિલ્લાની ખાલી પડેલી સરપંચની આઠ અને 145 સભ્યોની બેઠક માટે પણ પેટાચૂંટણી યોજાશે. તેને લઈ ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરાઇ.