ઓક્ટોબર 23, 2026 2:49 પી એમ(PM)

printer

મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ એક દિવસીય શ્રેણીની પહેલી મેચ વડોદરામાં રમાશે

મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ એક દિવસીય શ્રેણીની પહેલી મેચ વડોદરામાં રમાશે. આ મેચ કોટમ્બી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યાથી શરૂ થશે.

 ઝિમ્બાબ્વે સામેની ટી-20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમ વન-ડે સિરીઝ પણ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ સાથે સ્મૃતિ મંધાના વન-ડે ટીમના કેપ્ટન તરીકેની તેની કારકિર્દીનો પ્રારંભ કરશે.