મહિલા ક્રિકેટમાં આજે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બીજી T–20 મેચમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મુકાબલો થશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યે શરૂ થશે.
સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની ભારતીય ટીમ ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. શુક્રવારે રમાયેલી પહેલી મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને ચાર વિકેટથી હરાવ્યું હતું. શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચ 20 તારીખે રમાશે.
એક ખાસ પહેલ તરીકે, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈના સૂચન પર, મહિલા દર્શકોને ત્રણેય T–20 આંતરરાષ્ટ્રીય મેચોમાં નિઃશુલ્ક પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે.