ઓક્ટોબર 19, 2026 1:44 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ SCO બેઠકમાં ભાગ લેવા તાજિકિસ્તાન જવા રવાના થયા

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજથી તાજિકિસ્તાનમાં શરૂ થઈ રહેલી બે દિવસીય શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. બેઠકમાં ભાગ લેવા શ્રી સિંહ તાજિકિસ્તાનની રાજધાની દુશાંબે જવા રવાના થયા છે.

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી સિંહે જણાવ્યું હતું કે, આ  બેઠકમાં સંસ્કૃતિ, જોડાણ, અર્થતંત્ર, નવીનતા, રોકાણ અને લોક સંપર્ક ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ બેઠકમાં નાણાકીય અને સંસ્થાકીય કાર્યમાં થયેલી પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવશે.