ફિનલેન્ડના ટેમ્પેરેમાં રમાયેલી 46મી આંતરરાષ્ટ્રીય ટેમર બોક્સિંગ ટુર્નામેન્ટમાં ભારતે ચાર સુવર્ણ, બે રજત અને આઠ કાંસ્ય સહિત 14 ચંદ્રક જીત્યા. ગઈકાલે પૂર્ણ થયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતીય ટુકડી મેડલ ટેલીમાં ટોચ પર રહી.
મહિલાઓની 54 કિલોગ્રામ શ્રેણીમાં આરતી ધારિયાલ, 65 કિલોગ્રામ શ્રેણીમાં અંકુશિતા બોરો, 70 કિલોગ્રામ શ્રેણીમાં અરુંધતી ચૌધરી અને પુરુષોની 55 કિલોગ્રામ શ્રેણીમાં પવન બર્ટવાલે સુવર્ણ ચંદ્રક જીત્યા.
પુરુષોની 60 કિલોગ્રામ શ્રેણીમાં મોહમ્મદ હુસામુદ્દીને અને મહિલાઓની 57 કિલોગ્રામ શ્રેણીમાં જૈસ્મીને રજત ચંદ્રક જીત્યો. આ સાથે આઠ ખેલાડીઓએ કાંસ્ય ચંદ્રક પણ જીત્યા હતા.