ઓક્ટોબર 14, 2026 4:44 પી એમ(PM)

printer

ક્રિકેટમાં આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T-20 શ્રેણીની ચોથી મેચ હૈદરાબાદ ખાતે રમાશે

ક્રિકેટમાં આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T-20 શ્રેણીની ચોથી મેચ રમાશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સાંજે 7 વાગ્યે શરૂ થશે.

રવિવારે ઈન્દોરમાં ત્રીજી T-20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 14 રનથી હરાવ્યા બાદ, ભારત પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. ભારતની ટીમ આજે શ્રેણી જીતવાના ઇરાદાથી, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ ટીમ શ્રેણી સરભર કરવા મેદાનમાં ઉતરશે.