ઓક્ટોબર 14, 2026 9:15 એ એમ (AM)

printer

બિહારમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં ૧૩ લોકોના મોત -કેન્દ્ર -રાજ્ય સરકારે સહાયની જાહેરાત

બિહારમાં, વૈશાલી જિલ્લાના રાઘોપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં ૧૩ લોકોના મોત થયા હતા, જ્યારે છ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. હોડીમાં લગભગ ૧૫ થી ૨૦ લોકો સવાર હતા. સાત અન્ય લોકોને સારવાર ચાલી રહી છે.

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ બોટ દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, બોટ દુર્ઘટનામાં થયેલા જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. શ્રી મોદીએ દરેક મૃતકના વારસદારને 2 લાખ રૂપિયા અને દરેક ઘાયલને 50 હજાર રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આ ઘટનામાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે અને દરેક મૃતકના પરિવારજનને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.