ક્રિકેટમાં, વેસ્ટ ઇન્ડીઝે ગઈકાલે રાત્રે હૈદરાબાદમાં ચોથી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને 24 રનથી હરાવ્યું. પહેલા બેટિંગ કરતાં, વેસ્ટ ઇન્ડીઝે નિર્ધારિત 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 247 રન બનાવ્યા.
248 રનના લક્ષ્યનો પીછો કરતા, ભારત 19.3 ઓવરમાં 9 વિકેટે 223 રન જ બનાવી શકયું. સંજુ સેમસન 56 અને તિલક વર્માએ 43 રનનું યોગદાન આપ્યું. પાંચ મેચની શ્રેણી હવે 2-2 થી બરાબર થઈ ગઈ છે. શ્રેણીની છેલ્લી મેચ શનિવારે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે.