ઓક્ટોબર 15, 2026 9:46 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે-માણસામાં કુળદેવીના દર્શન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિ નિમિત્તે આજે રાજ્યની મુલાકાતે આવશે. નવરાત્રિના પાંચમા નોરતે તેઓ પોતાના વતન માણસા ખાતે કુળદેવી બહુચર માતાજીનાં દર્શન કરીને આશીર્વાદ મેળવશે.

શ્રી શાહ દર વર્ષે નવરાત્રીમાં કુળદેવીના દર્શન કરે છે. અમદાવાદ પોલીસે અમિત શાહની મુલાકાતને લઇને અમદાવાદને નો ફ્લાઇઝોન વિસ્તાર જાહેર કર્યો છે.