ઓક્ટોબર 15, 2026 8:36 એ એમ (AM)

printer

રિયાધમાં ભારતીય દૂતાવાસે પ્રવર્તમાન પરિસ્થિતીને લઈને સાઉદી અરેબિયામાં સ્થિત ભારતીય નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરી

રિયાધમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને સ્થાનિક અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવા અને  હવાઈ હુમલાની સ્થિતિમાં ઘરમાં જ રહેવાની અપીલ કરી છે.  દૂતાવાસે જાહેર કરેલી માર્ગદર્શિકામાં પ્રવર્તમાન ઘટનાઓ સંબંધિત વિડિઓ કે સમાચાર ફેલાવવાનું ટાળવા અપીલ કરવામાં આવી  છે. એક નિવેદનમાં દૂતાવાસે માહિતી આપી કે 10 ઓક્ટોબરે રિયાધ એરપોર્ટ પર થયેલા હુમલામાં ઇજાગ્રસ્ત બે ભારતીય નાગરિક હજુ પણ ICUમાં છે. એક નાગરિકને ICUમાંથી હાઇ ડિપેન્ડન્સી યુનિટમાં ખસેડવામાં આવ્યો છે. વધુ ચાર ભારતીય નાગરિકની સારવાર ચાલી રહી છે, અને એકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

દરમિયાન રિયાધના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઇટ કામગીરી સ્થગિત રાખવામાં આવી છે. 17મી તારીખ સુધી ભારતથી સાઉદી અરેબિયા જતી ઉડાનો સ્થગિત કરી દેવાઈ છે. જ્યારે સાઉદી એરલાઇન્સ દમ્મામ, જેદ્દાહ અને મદીનાથી સુનિશ્ચિત ફ્લાઇટનું સંચાલન કરી રહી છે.