સરકારે શેરડીના ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની તપાસ કરવા અને તેમની સમસ્યાઓના નિવારણ માટે એક સમિતિની રચના કરી. નીતિ આયોગના ભૂતપૂર્વ સભ્ય, પ્રોફેસર રમેશ ચંદ સમિતિના અધ્યક્ષ રહેશે. જેમાં કૃષિ કમિશનર, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ અને ગ્રાહક બાબતોના વિભાગ સહિતના વરિષ્ઠ અધિકારીઓ સભ્યો તરીકે સામેલ કરાયા છે.
સમિતિ શેરડીના ખેડૂતો માટેના વળતરયુક્ત ભાવમાં વધારાની માંગની સમીક્ષા કરશે, જેમાં ખેતી ખર્ચ અને અન્ય સંબંધિત પરિબળોને ધ્યાનમાં લેવામાં આવશે. આ ઉપરાંત, ખાંડના ઉત્પાદન ખર્ચ, બજારના પ્રવર્તમાન ભાવો અને ખાંડ મિલોની આર્થિક સદ્ધરતાને ધ્યાનમાં રાખીને, ખાંડના લઘુત્તમ વેચાણ ભાવ (MSP)માં સુધારો કરવાની વિનંતીની પણ તપાસ કરવામાં આવશે. અન્ય મહત્વના પાસાઓ કે જેની તપાસ કરવામાં આવશે તેમાં ખાંડના રિકવરી દર ચકાસવા અને તેના અહેવાલ આપવા માટેની હાલની વ્યવસ્થાઓ, તેમજ ખાંડ મિલોમાં શેરડીના વજન માટેની વર્તમાન પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.