ક્રિકેટમાં, ભારતે આજે ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડને 40.2 ઓવરમાં 185 રનમાં ઓલઆઉટ કરી દીધું. અર્શદીપ સિંહે ચાર વિકેટ લીધી, જ્યારે ગુર્નૂર બ્રારે ત્રણ અને અંશુલ કંબોજે 10 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ લીધી. ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સીફર્ટે 38 રન સાથે સૌથી વધુ રન બનાવ્યા, જ્યારે બ્લેર ટિકનરે 23 બોલમાં 34 રન બનાવ્યા. ડેરિલ મિશેલે 28 રનનું યોગદાન આપ્યું.
વરસાદને કારણે હાલ મેચ રોકાઈ છે. છેલ્લા અહેવાલ અનુસાર ભારતે 10.5 ઓવરમાં 1 વિકેટે 54 રન બનાવ્યા છે.