રાજ્યની શાળા-કોલેજોમાં આજથી દિવાળી વેકેશન શરૂ થયું છે. શાળાઓ અને કોલેજોમાં ગઇકાલે 150 દિવસનું પ્રથમ શૈક્ષણિક સત્ર પૂર્ણ થયું. શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને પરીક્ષાઓના વ્યસ્ત સમયપત્રક વચ્ચે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ હવે દિવાળીના તહેવારોની રજાઓ માણશે.
21 દિવસના વેકેશન બાદ 26 નવેમ્બરથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. રાજ્યની શાળાઓમાં વર્ષ 2026-27નું પ્રથમ શૈક્ષણિક સત્ર 8 જૂને શરૂ થયું હતું. એટલે કે, શાળાઓ અને કોલેજોમાં પ્રથમ સત્ર અંદાજે 150 દિવસ સુધી ચાલ્યું હતું, જે ગઇકાલે પૂર્ણ થયું.