હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં આજે મોહાલીમાં ભારત જાપાન સામે ટકરાશે. આ મેચ સાંજે 7 વાગ્યાથી ઓલિમ્પિયન બલબીર સિંહ સિનિયર ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ ખાતે રમાશે.
ભારતે ગઈકાલે સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1થી હરાવીને જ્યારે જાપાને પેનલ્ટી શૂટઆઉટમાં મલેશિયાને 5-3થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
કાંસ્ય ચંદ્રક માટે મલેશિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે મેચ રમાશે.