ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં વાર્તાકાર અને સાહિત્યકાર કિરીટ દૂધાતનો વિજય થયો છે. જ્યારે પરિવર્તન પેનલના ઉષા ઉપાધ્યાયનો પરાજય થયો છે. પરિષદના ઇતિહાસમાં આ વખતે સૌથી વધુ મતદાન નોંધાતા, મતગણતરી છેક મોડી રાત સુધી ચાલી હતી.
ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર કિરીટ દૂધાતને કુલ 824 મત મળ્યા, જ્યારે ઉષા ઉપાધ્યાયને 562 મત મળ્યા હતા. પ્રમુખ પદની ચૂંટણી માટે કુલ 1 હજાર 392 મતપત્રો આવ્યા, જેમાંથી 6 મતપત્રો રદ થતાં કુલ 1 હજાર 386 માન્ય મતોની ગણતરી કરવામાં આવી હતી.