નવેમ્બર 5, 2026 8:48 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં ભાગ લેનારા ખેલાડીઓ સાથે વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એશિયન પેરા ગેમ્સ 2026 માં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓ સાથે વાતચીત કરશે. તેઓ આ પ્રસંગે સંબોધન પણ કરશે.

ભારતે જાપાનના આઈચી-નાગોયામાં આયોજિત એશિયન પેરા ગેમ્સમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું, જેમાં 97 પેરા-એથ્લીટ્સે કુલ 114 ચંદ્રક જીત્યા. જેમાં 30 સુવર્ણ, 35 રજત અને 49 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે.