સપ્ટેમ્બર 11, 2026 10:45 એ એમ (AM)

printer

રાજ્ય વિધાનસભામાં ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનીજ મિશ્રણ વિધેયક-2026’ ગઈકાલે સર્વાનુમતે પસાર

રાજ્ય વિધાનસભામાં ‘ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનીજ
મિશ્રણ વિધેયક-2026’ ગઈકાલે સર્વાનુમતે પસાર કરાયું છે.

રાજ્યના દૂધાળા અને પાલતુ પશુધનના આરોગ્યની સુરક્ષા અને દૂધ ઉત્પાદકતામાં વધારો કરવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો.

પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનીજ મિશ્રણના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ માટે હવે લાયસન્સ લેવું ફરજિયાત બનશે.