ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિની ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની વરિષ્ઠ જજોની સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સુપ્રીમ કોર્ટમાં જશે તો જસ્ટિસ માનસ રંજન પાઠક ગુજરાત હાઇકોર્ટના સૌથી વરિષ્ઠ જજ બનશે.
જસ્ટિસ પાઠકની હાલમા જ ઓડિશા હાઈકોર્ટથી ગુજરાત હાઇકોર્ટમાં બદલી થઈ છે. નિયમ પ્રમાણે, જસ્ટિસ માનસ રંજન પાઠક ગુજરાત હાઇકોર્ટના નવા મુખ્ય જજ બની શકે છે.