ઓગસ્ટ 2, 2026 11:09 એ એમ (AM)

printer

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સરકાર દ્વારા અસરગ્રસ્તોને સહાયનું વિતરણ. ગણદેવીમાં વિજકરંટને કારણે ત્રણ શ્રમિકોના મોત

રાજ્યમાં ચાર સક્રિય હવામાન સિસ્ટમના કારણે આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.દરિયાઈ સ્થિતિ તોફાની બનતા આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને રાજ્યના તમામ બંદરો પર નંબર-3નું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે.નવસારીના ગણદેવી વિસ્તારમાં વીજ કરંટ લાગતા ત્રણ શ્રમિકોના મોત થયા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ તાત્કાલિક ગણદેવી પહોંચી મૃતકોના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી.આ દરમિયાન સરકાર અને સ્થાનિક તંત્ર તરફથી મૃતકોના પરિવારને તાત્કાલિક આર્થિક સહાયરૂપે ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ નવસારી જિલ્લામાં આવેલા પૂર બાદ રાહત, બચાવ અને પુનઃસ્થાપન કામગીરીનું શ્રી પાટીલે મૂલ્યાંકન કરી તાગ મેળવ્યો હતો.તેમણે જિલ્લા વહીવટી તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા બેઠક પૂરથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે નવસારીને ભવિષ્યમાં પૂરમુક્ત બનાવવા માટે કાયમી એક્શન પ્લાન તૈયાર કરવાની જાહેરાત કરી હતી.