મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેક વિકાસકાર્યોમાં ગુણવત્તા જાળવવા
તેમજ આપણી આસપાસની જગ્યાઓમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા
અનુરોધ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવાના 25 વર્ષની ઉજવણી
અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાના 584 કરોડ રૂપિયાના
વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ જાહેરસભાને સંબોધતા
શ્રી પટેલે આ વાત કહી. તેમણે કહ્યું, મજબૂત નાણાકીય વ્યવસ્થાપન અને
સુદ્રઢ આયોજનના કારણે ગુજરાત વિકાસની હરોળમાં આગળ છે.
આ પ્રસંગે શ્રી પટેલે વાડજ જંક્શન ખાતે નવનિર્મિત ચારમાર્ગીય
ફ્લાયઑવર બ્રિજનું લોકાર્પણ કર્યું. સાથે જ તેમની ઉપસ્થિતિમાં
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પુનઃવસન પામેલા પરિવારો માટે
આવાસ અને દુકાનોના ડ્રૉ સંપન્ન થયા. ઉપરાંત શ્રી પટેલે
મહાનગરપાલિકાના ઇજનેર ખાતામાં સહાયક ટૅકનિકલ સુપરવાઈઝર
તથા વિવિધ વિભાગમાં જૂનિયર ક્લર્ક તરીકે પસંદગી પામેલા ઉમેદવારોને
નિમણૂકપત્ર એનાયત કર્યા.