ગાંધીનગરમાં આજે સવારે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ અને તહેવારો દરમિયાન કાયદા-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી.
ઉપરાંત ચાર જિલ્લામાં પીવાના પાણી, ઘાસચારા, નવા જિલ્લામાં દુષ્કાળની સ્થિતિ પર રજૂઆતો તેમજ રાજ્ય સરકારના આગામી કાર્યક્રમ તથા નીતિગત વિષયો અંગે ચર્ચા થઈ.