ઓક્ટોબર 10, 2026 7:38 એ એમ (AM)

printer

ખાતરમાં આત્મનિર્ભતા લાવવા માટે ગુજરાતમાં બાયોમેન્યુફેક્ચરિંગ હબ વિકસાવાશે

ખાતરમાં આત્મનિર્ભતા લાવવા માટે ગુજરાતમાં બાયોમેન્યુફેક્ચરિંગ હબ વિકસાવાશે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશન દ્વારા પાંચ વર્ષમાં અંદાજે રૂ. 50 કરોડના ખર્ચે આ ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવશે.

આ પહેલનો હેતુ રાજ્યમાં ઉપલબ્ધ સૂક્ષ્મજીવ સંસાધનો, કૃષિ વિશ્વવિદ્યાલયો, બાયોટેક્નોલોજી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો ,સહકારી સંસ્થાઓ તથા ખેડૂતોને એકસાથે જોડવાનો છે તેમ રાજ્યના મંત્રી અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યુ હતું.