ઓક્ટોબર 10, 2026 2:02 પી એમ(PM)

printer

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સિંગાપોરના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય સહયોગ સુદ્રઢ કરવા ચર્ચા કરી

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન શનમુગરત્નમ અને પ્રધાનમંત્રી  લોરેન્સ વોંગ સાથે દ્વિપક્ષીય સહયોગ, વૈશ્વિક આર્થિક વિકાસ અને રોકાણની તકોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, શ્રીમતી સીતારમણે  ગઈકાલે સિંગાપોરના રાષ્ટ્રપતિ સાથે કરેલી બેઠકમાં ભારત અને સિંગાપોર વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગે નાણામંત્રીનું સ્વાગત કરતાં કહ્યું કે ચર્ચા વૈશ્વિક આર્થિક વિકાસ અને વર્તમાન ઉર્જા સંકટને પહોંચી વળવા માટેના પગલાં પર કેન્દ્રિત છે. સિંગાપોરના વિદેશ મંત્રીએ  સિંગાપોરની કંપનીઓ માટે ભારતની લાંબા ગાળાની વિકાસ યાત્રામાં ભાગ લેવાની તકો અંગે વાત કરી હતી.