ઓગસ્ટ 4, 2026 12:39 પી એમ(PM)

printer

આઠમી સપ્ટેમ્બરથી શરૂ થનારા વિધાનસભાના ચોમાસુ સત્રમાં જમીન ટુકડા ધારામા સુધારા સહિતના મહત્વપૂર્ણ સુધારા વિધેયકો રજૂ થશે

વિધાનસભામાં જમીન ટુકડા ધારામા સુધારા સહિતના મહત્વપૂર્ણ સુધારા વિધેયકો ચોમાસુ સત્રમાં રજૂ કરાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિગતો આપતાં કહ્યું હતું કે, 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન વિધાસભાનું ચોમાસુ સત્ર યોજાશે. રાજ્યપાલે આ વિધાનસભાના સત્રનું આહ્વાન કર્યું છે.ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જીએ ગુજરાત વિધાનસભાના આ નવમા સત્રનું આહ્વાન કર્યું છે.તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન આ સત્ર ચાલશે જેની અંદર સરકારી કામકાજો, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ, સહિતના કામો તેમજ કામકાજ સલાહકાર સમિતિની અંદર જે નિશ્ચિત થશે તે કામો આ ત્રણ દિવસના સત્ર દરમિયાન કરવામાં આવશે.