ઓક્ટોબર 29, 2026 4:30 પી એમ(PM)

printer

ગીરસોમનાથનાં ખેલાડી હેમાંશી પરમારે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો

ગીરસોમનાથનાં ખેલાડી હેમાંશી પરમારે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. તાજેતરમાં તમિળનાડુના ચેન્નઈમાં યોજાયેલી 41-મી જૂનિયર ઍથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ત્રિપલ જમ્પ ઇવેન્ટમાં તેમણે આ સિદ્ધિ મેળવી.

ભાવનગરની નંદકુંવરબા મહિલા કૉલેજનાં વિદ્યાર્થિની હેમાંશી પરમારે 12.15 મીટરનો કૂદકો લગાવીને કાંસ્ય ચંદ્રક મેળવી સમગ્ર દેશમાં ત્રીજું સ્થાન મેળવ્યું.