સપ્ટેમ્બર 14, 2026 11:11 એ એમ (AM)

printer

આજે દેશભરમાં ગણેશ ચતુર્થીની ખૂબ જ ભક્તિભાવ અને આનંદથી ઉજવણી થઈ રહી

આજે દેશભરમાં ગણેશ ચતુર્થીની ખૂબ જ ભક્તિભાવ  અને આનંદથી ઉજવણીથઈ રહી છે.         

આ દિવસ જ્ઞાન, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતા ભગવાન ગણેશનો જન્મ
દિવસ છે. તેને વિનાયક ચતુર્થી અથવા ગણેશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આજે દસ દિવસના તહેવારનો પહેલો દિવસ છે, જે દરમિયાન લોકો તેમના ઘરોમાં ભગવાન ગણેશની માટીની મૂર્તિઓ સ્થાપિત કરે છે અને તેમની પૂજા કરે છે.         

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગણેશ ચતુર્થીના અવસર પર રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે ભગવાન ગણેશ જ્ઞાન , સમૃદ્ધિ અને શુભ શરૂઆતનું પ્રતીક છે.

ગણેશ ચતુર્થીનો તહેવાર આપણા જીવનમાં ઉર્જા, જ્ઞાન અને
સકારાત્મકતા લાવે છે. રાષ્ટ્રપતિ મુર્મુએ ભગવાન ગણેશ દરેકને સારા સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે તેવી શુભેચ્છા પાઠવી હતી.