સપ્ટેમ્બર 24, 2026 4:14 પી એમ(PM)

printer

ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે વી સેલ્યુટ અવર મેન્ટર્સ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે 'વી સેલ્યુટ અવર મેન્ટર્સ'કાર્યક્રમ યોજાયો. જેમાં પોતાનુ સંપૂર્ણ જીવન સમર્પિત કરી પોલીસના ગૌરવમાં વધારો કરનાર 30થી વધુ ડીજીપી અને એડીજીપી રેન્કના નિવૃત્ત પોલીસ અધિકારીઓનું સન્માન કરાયું. કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું હતું કે, કોઈપણ પોલીસ અધિકારીની સમગ્ર કારકિર્દીમાં પ્રોબેશન અને તાલીમનો ગાળો પાયારૂપ હોય છે; તે સમયે મેન્ટર્સ પાસેથી મળેલી શીખ અને સંસ્કારો જ અધિકારીની આગળની તમામ સફળતાનું ચાલકબળ બને છે.

સાબરકાંઠાના હિંમતનગર ખાતેના પોતાના પ્રોબેશન સમયગાળાનો
ઉલ્લેખ કરતા શ્રી મલિકે વરિષ્ઠ અધિકારી શ્રી પ્રિયદર્શી અને શ્રી પી. બી.
ગોંડિયાના યોગદાનને વિશેષ રૂપે બિરદાવ્યું હતું.