ઓક્ટોબર 13, 2026 9:45 એ એમ (AM)

printer

ગાંધીનગર મહાનગર પાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે

રાજ્યમાં ગાંધીનગર મહાનગર પાલિકા અને થરા તેમજ ઓખા નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે પરિણામો જાહેર થશે. ગાંધીનગરની 11 વોર્ડની 44 બેઠકો માટે પણ સવારે નવ વાગે મતગણતરી શરૂ થશે. સલામતીની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે આજે મતગણતરી થશે. બપોર સુધીમાં તમામ પરિણામો જાહેર થાય તેવી શક્યતા છે.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા નગરપાલિકા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ખેરાલુ નગરપાલિકાની 1 બેઠક, છોટાઉદેપુર નગરપાલિકાની 1 બેઠક, બાયડ નગરપાલિકાની 1 બેઠક, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની 1 બેઠક, પડધરી તાલુકા પંચાયતની 1 બેઠક સહિતની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીઓ 11મી ઓક્ટોબરના રોજ યોજાઇ હતી.