આજથી શરૂ થઈ રહેલી ડેનમાર્ક ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પીવી સિંધુ અને પુરુષ ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ અને ચિરાગ શેટ્ટી ભારતીય અભિયાનનું નેતૃત્વ કરશે
પી.વી.સિંધુ આજે મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ 32 માં દક્ષિણ કોરિયાની એન સે-યંગ સામે રમશે. તન્વી શર્મા જાપાનની નત્સુકી નિદૈરા સામે રમશે. અશ્મિતા ચલિહા, દેવિકા સિહાગ અને ઉન્નતિ હુડા આવતીકાલે પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે.
પુરુષ સિંગલ્સમાં, લક્ષ્ય સેન અને કિદામ્બી શ્રીકાંત આજે રાઉન્ડ ઓફ 32 માં એકબીજા સામે ટકરાશે. આયુષ શેટ્ટીનો મુકાબલો આવતીકાલે યોજાશે. પુરુષ ડબલ્સમાં, સાત્વિકસાઈરાજ અને ચિરાગ શેટ્ટી આવતીકાલે પોતાના અભિયાનનો પ્રારંભ કરશે.