ઓક્ટોબર 13, 2026 9:25 એ એમ (AM)

printer

અમદાવાદ ખાતે રમાઇ રહેલી રણજી ટ્રોફીની ઓડિશા સામેની મેચમાં ગુજરાતની સ્થિતી મજબૂત

અમદાવાદમાં ચાલી રહેલી રણજી મેચમાં ઓડિશાના 324 સામે ગુજરાતે પ્રથમ ઈનિંગમાં 2 વિકેટે 205 રનનો સ્કોર કર્યો હતો.

અર્ઝાન નાગવાસવાલાની ત્રણ વિકેટ બાદ, ડેબ્યુ કરી રહેલા વેદાંત ત્રિવેદીએ નોટઆઉટ 94 અને આર્ય દેસાઈએ પણ 94 રન નોંધાવતા ગુજરાતે ઓડિશા સામેની રણજી ટ્રોફીની મેચમાં મક્કમ શરૂઆત કરી હતી.

સૌરાષ્ટ્રની ટીમે રાજકોટમાં ચાલી રહેલી છત્તીસગઢ સામેની રણજી મેચમાં 392 નો સ્કોર કર્યો હતો.