ઓગસ્ટ 2, 2026 7:27 પી એમ(PM)

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલીના 73-મા મુક્તિ દિવસ અને ગાંધીનગર શહેરની સ્થાપના દિવસની આજે ભવ્ય ઉજવણી

રાજ્યના પાટનગર ગાંધીનગરના 62-મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગાંધીનગર શહેરના નિર્માણની શરૂઆત થઈ હતી. તેવા ઐતિહાસિક પેથાપુર ખાતે પ્રથમ ઇંટ મુકવાના સ્થળ પર વિશેષ કાર્યક્રમ યોજાયો.
ગાંધીનગરમાં એક પેડ માઁ કે નામ, કેચ ધ રેઈન જેવા અભિયાનથી રાજ્યના પાટનગરના સ્થાપના દિવસની વિશેષ ઉજવણી થઈ. તે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોબા તળાવ ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણના સંકલ્પ સાથે 14 હજાર વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. ત્યારબાદ તેમણે રિચાર્જ વૅલની મુલાકાત લીધી. સાથે જ શ્રી પટેલે 17 વ્યક્તિગત લાભાર્થીઓને સહાય અને પોષણ સામગ્રીનું વિતરણ કર્યું હતું.
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલીમાં આજે 73-મા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી. કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પ્રિયાંક કિશોરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. ત્યારબાદ પોલીસ પરેડની સલામી ઝીલી કલેક્ટર, ઉચ્ચ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓએ ઝંડાચોકમાં શહીદ સ્મારક ખાતે સ્વાતંત્ર્ય સેનાનીઓને પુષ્પાંજલિ અર્પણ કરી.