ઓક્ટોબર 3, 2026 1:17 પી એમ(PM)

printer

ગાંધીનગર ખાતે રાજ્યના 93 પ્રગતિશીલ ખેડૂતોને ‘બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ’થી સન્માનિત કરાશે

ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે રાજ્ય કક્ષાનો ‘બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ‘ વિતરણ સમારોહ યોજાશે. જેમાં રાજ્યના કુલ 93 પ્રગતિશીલ ખેડૂતોને ‘બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ‘થી સન્માનિત કરાશે. જેમાં 10 ખેડૂતોને રાજ્ય કક્ષાના અને 83 ખેડૂતોને જિલ્લા કક્ષાના એવોર્ડ એનાયત કરાશે.

આ પુરસ્કારો પૈકી 15 એવોર્ડ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે, 45 એવોર્ડ ફળ-ફૂલ તથા શાકભાજીની ખેતી ક્ષેત્રે, 15 એવોર્ડ પશુપાલન ક્ષેત્રે અને 8 એવોર્ડ મૂલ્ય વર્ધિત ઉત્પાદનો, પેકિંગ તથા અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ અપાશે.

“ખેડૂતથી બજાર અને બજારથી ગ્રાહક” સુધીની કડીને સુદૃઢ કરવાના હેતુથી રાજ્યભરમાં આશરે 100 જેટલા પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ થશે. ખેતીમાં આધુનિક સેટેલાઇટ અને જિયો-સ્પેશિયલ ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ખેતી નિયામકની કચેરી અને SAC-ISRO વચ્ચે MoU પણ થશે.