ધોળાવીરાને દેશના ટોચના સ્મારકોમાં ‘કેટેગરી-A’નો દરજ્જો આપવામાં આવ્યો છે.
અમારા પ્રતિનિધિ જણાવે છે કે ધોળાવીરાને કેન્દ્ર સરકાર દ્વારા દેશના અતિ મહત્વના 30 સ્મારકો ધરાવતી રાષ્ટ્રીય યાદીમાં સ્થાન આપતા ધોળાવીરા હવે તાજમહેલ, લાલ કિલ્લો અને હમ્પી જેવા દેશના સર્વોચ્ચ અને ટોચના રાષ્ટ્રીય સ્મારકોની હરોળમાં મુકાઈ ગયું છે.
કેન્દ્ર સરકારે પ્રાચીન સ્મારકોના સંરક્ષણ માટેના વર્ષ 1959 ના નિયમોમાં ફેરફાર કરીને સુધારા નિયમો, 2026 જાહેર કર્યા છે. આ નવા સુધારા હેઠળ દેશના સંરક્ષિત સ્મારકોને બે મુખ્ય શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે, જેમાં ધોળાવીરાને સર્વોચ્ચ ગણાતા કેટેગરી-A’માં સ્થાન મળ્યું છે. ગુજરાતમાંથી ધોળાવીરા ઉપરાંત પાવાગઢ-ચંપાનેર સ્મારક અને પાટણની રાણી-કી-વાવ પણ આ પ્રતિષ્ઠિત કેટેગરીમાં સામેલ છે.