ઓક્ટોબર 3, 2026 9:23 એ એમ (AM)

printer

સંયુક્ત રાષ્ટ્રએ ભારતમાં ગ્રીન એનર્જી કોરિડોરના ત્રીજા તબક્કાની મંજૂરીનું સ્વાગત – કેન્દ્ર સરકારે એક લાખ 86 હજાર 406 કરોડ રૂપિયા મંજૂર કર્યા

સંયુક્ત રાષ્ટ્રએ ભારતમાં ગ્રીન એનર્જી કોરિડોર (GEC-3) ના ત્રીજા તબક્કાની મંજૂરીનું સ્વાગત કર્યું છે. કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે એક લાખ 86 હજાર 406 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે, જેમાં 54 હજાર 82 કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયનો સમાવેશ થાય છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ઉર્જા ટ્રાન્સમિશન નેટવર્કને મજબૂત બનાવવા અને બેટરી સ્ટોરેજ સુવિધાઓ વધારવાનો છે.

સંયુક્ત રાષ્ટ્ર આબોહવા પરિવર્તનના કાર્યકારી સચિવ સિમોન સ્ટીલે જણાવ્યું હતું કે આ યોજના ભારતને તેની વધતી જતી નવીનીકરણીય ઉર્જા ક્ષમતાનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં સક્ષમ બનાવશે અને દેશની વધતી જતી વીજળી જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરશે. તેમણે જણાવ્યું હતું કે મજબૂત ઉર્જા નેટવર્ક અને બેટરી સ્ટોરેજ ઊર્જા સુરક્ષામાં વધારો કરશે અને નવી રોજગારીની તકો ઊભી કરશે.