સપ્ટેમ્બર 11, 2026 2:00 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું છે કે આજે દરેક દેશની આર્થિક વ્યૂહરચના માટે આત્મનિર્ભરતા અને કટોકટીની સ્થિતિસ્થાપકતા મહત્વપૂર્ણ.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું છે કે આજે દરેક દેશની આર્થિક વ્યૂહરચના માટે આત્મનિર્ભરતા અને કટોકટીની સ્થિતિસ્થાપકતા મહત્વપૂર્ણ બની ગઈ છે. વધુમાં, મજબૂત સહયોગ અને ભાગીદારી દ્વારા ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવું જરૂરી છે. ડૉ. જયશંકરે આજે સવારે નવી દિલ્હીમાં બ્રિક્સ વેપાર મંચને સંબોધતા આ નિવેદન આપ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે બ્રિક્સમાં વિવિધ પરંતુ પૂરક સંસાધનો, બજારો, ક્ષમતાઓ અને અનુભવો ધરાવતી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થાય છે. શ્રી જયશંકરે કહ્યું કે આ જૂથ સભ્ય દેશોને તેમના અનુભવો અને નીતિઓની તુલના કરવા, નક્કર પદ્ધતિઓને મજબૂત કરવા અને નવી તકો શોધવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે . આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સનો વિષય, “સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ” આ વિકાસને આગળ વધારવાનો પ્રયાસ કરે છે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે બ્રિક્સ દેશોને અપીલ કરી છે કે તેઓ તેમની આર્થિક શક્તિને તેમના નાગરિકો માટે નોકરીઓ, સંપત્તિ અને સમૃદ્ધિમાં પરિવર્તિત કરવા માટે સાથે મળીને કામ કરે. તેમણે નોંધ્યું કે બ્રિક્સ દેશો વિશ્વની લગભગ અડધી વસ્તી અને વૈશ્વિક જીડીપીના લગભગ 40 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. શ્રી ગોયલે નવી દિલ્હીમાં બ્રિક્સ વેપાર મંચ  2026 ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે બ્રિક્સ હવે વૈશ્વિક વેપારમાં લગભગ એક ચતુર્થાંશ હિસ્સો ધરાવે છે, જેમાં ભારત બ્રિક્સ દેશોમાં વેપારના એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે ઉભરી રહ્યું છે.