એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ EDએ કર્ણાટકમાં કર્ણાટક પબ્લિક સર્વિસ કમિશન, KPSC પેપર લીક કૌભાંડ સાથે જોડાયેલા અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. KPSCના ભૂતપૂર્વ ચેરમેન શિવશંકરપ્પા સાહુકર પર પરીક્ષા પેપર લીક, OMR શીટ્સ સાથે ચેડા અને સરકારી પશુચિકિત્સા અધિકારીઓની ભરતી માટે ઉમેદવાર દીઠ 70 થી 80 લાખ રૂપિયા સુધીની લાંચ માંગવાનો આરોપ છે. એક ખાનગી કંપનીએ વચેટિયા તરીકે કામ કર્યું હોવાનો પણ આરોપ છે.
EDએ શિવશંકરપ્પા અને KPSCના કેટલાક ભૂતપૂર્વ સભ્યોના નિવાસસ્થાન અને ખાનગી કંપની સાથે જોડાયેલા કાર્યાલયોમાં દરોડા પાડ્યા છે.