ઓગસ્ટ 13, 2026 7:59 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનાં હસ્તે 100થી વધુ કલાકારોને વર્ષ 2024 અને 2025 માટે સંગીત નાટક અકાદમીની શિષ્યવૃત્તિ અને પુરસ્કાર એનાયત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં યોજાયેલા એક વિશેષ સમારોહમાં 100-થી વધુ કલાકારોને વર્ષ 2024 અને 2025 માટે સંગીત નાટક અકાદમીની શિષ્યવૃત્તિ અને પુરસ્કાર એનાયત કર્યાં.

દેશની પ્રદર્શન કળા, સંગીત, નૃત્ય, રંગમંચ, જાહેર અને આદિવાસી કળાઓ, કઠપૂતળી નૃત્ય, પરંપરાગત રંગમંચ અને અન્ય સંબંધિત કળામાં યોગદાન બદલ આ પુરસ્કાર અપાયા. ભારતીય રંગમંચમાં નિર્દેશનમાં યોગદાન બદલ ગુજરાતના કપિલદેવ ચંદ્રકાંત શુક્લને સંગીત નાટક પુરસ્કારથી સન્માનિત કરાયા.

આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, પુરસ્કાર મેળવનારા તમામ કલાકારોમાં આધુનિક ભારતની પ્રતિભા અને સમર્પણ દેખાઈ રહ્યું છે. તેમણે કહ્યું, સંગીતની અનેક પ્રણાલિ છે, નૃત્યની ઘણી શૈલી છે અને જાહેર રંગમંચના અગણિત સ્વરૂપ છે. રાષ્ટ્રપતિએ કહ્યું, કલાકારો દેશભરમાં સમૃદ્ધ લોક સંસ્કૃતિને સાચવી રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યાં છે.

રાષ્ટ્રપતિએ દેશની લોકકળાઓને લુપ્ત થવાના જોખમ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું, આવી કળાઓનું દસ્તાવેજીકરણ કરવું અને તેને જીવંત રાખવા વિશેષ પ્રયાસ હાથ ધરવા જરૂરી છે. તેમણે સંગીત નાટક અકાદમી દ્વાર કલા દિક્ષા કાર્યક્રમના આયોજન અંગે પણ આનંદ વ્યક્ત કર્યો. તેમણે વરિષ્ઠ કલાકારોને આગામી પેઢીઓને તાલીમ આપવાનો આગ્રહ પણ કર્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.