નવેમ્બર 13, 2026 2:40 પી એમ(PM)

printer

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં પ્રસિદ્ધ યાત્રાધામ મહુડી મંદિરમાં ઘંટાકર્ણ મહાવીર દાદાના દર્શન કર્યા

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરમાં પ્રસિદ્ધ યાત્રાધામ મહુડી મંદિરમાં ઘંટાકર્ણ મહાવીર દાદાના દર્શન કર્યા. તેમણે રાજ્યની સુખાકારી, સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવતીકાલનો શક્તિપીઠ અંબાજી મંદિરનો પ્રવાસ રદ કર્યો તે અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, લાભપાંચમ નિમિત્તે ભક્તોને દર્શન માટે મુશ્કેલી ન પડે તે માટે પ્રધાનમંત્રીએ આ નિર્ણય કર્યો છે.

પ્રધાનમંત્રીએ અંબાજીનો પ્રવાસ રદ કર્યો તે અંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ નિવેદન આપ્યું હતું.