સપ્ટેમ્બર 26, 2026 7:26 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, દીનદયાળ બંદરને ગ્રીન હાઈડ્રોજન હબ તરીકે વિકસાવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલની ઉપસ્થિતિમાં આજે કચ્છ જિલ્લામાં દીનદયાળ બંદર સત્તામંડળ ખાતે 150 TPD ઇ-મિથેનોલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દીનદયાળ બંદર દેશનું મહત્વનું દરિયાઈ પ્રવેશદ્વાર છે. તેમણે ઉમેર્યું દીનદયાળ બંદરને ગ્રીન હાઈડ્રોજન હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. 

કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું કે આ પલાંઠી 3 હજાર 500થી વધુ રોજગારીનું સર્જન થશે. ગુજરાતે 5 હજાર વર્ષ પહેલાથી જ બંદર ક્ષેત્રે દેશનું નેતૃત્વ કર્યું છે. કંડલા વિશ્વનું સાતમા ક્રમનું સૌથી મોટું બંદર હોવાનું પણ તેમણે જણાવ્યું.

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું કે સોલાર, ગ્રીન હાઇડ્રોજન અને બેટરી સ્ટોરેજ ક્ષેત્રે ગુજરાત દેશને નેતૃત્વ પૂરું પાડી રહ્યું છે.  બે હજાર 300 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર આ પ્લાન્ટ ગુજરાતની દરિયાઈ તાકાત અને આસામની ઔદ્યોગિક ક્ષમતાનું સંયોજન છે.