ડાંગ જિલ્લાના આહવા–વઘઈ રોડ પર આજે વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં નાયબ મામલતદાર સહિત બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. કાર રેલિંગ તોડીને ખાપરી નદીમાં 35 ફૂટ નીચે ખાબકી હતી અને કારમાં સવાર નાયબ મામલતદાર સહિત અન્ય એકનું મોત જયારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.
જ્યારે જામનગરની નૂર ચોકડી વિસ્તારમાં ગતરાત્રે થયેલા અકસ્માતમાં એક યુવકનું મોત જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. થારની ટક્કરથી કાર બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.