ઓક્ટોબર 3, 2026 3:08 પી એમ(PM)

printer

ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણને આર્થિક સ્થિતિસ્થાપકતાને સામાજિક સ્થિતિસ્થાપકતાથી અલગ કરી શકાતી નથી તેમ ભારપૂર્વક જણાવ્યું

ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણને ઝડપથી બદલાતી દુનિયામાં સમાવેશ એ સ્થિતિસ્થાપકતાનો પાયો હોવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, આર્થિક સ્થિતિસ્થાપકતાને સામાજિક સ્થિતિસ્થાપકતાથી અલગ કરી શકાતી નથી.

શ્રી રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીમાં 5મા કૌટિલ્ય આર્થિક સંમેલનમાં ઉદ્ઘાટન ભાષણ દરમિયાન આમ જણાવ્યું હતું. ‘પ્રવાહના યુગમાં સ્થિતિસ્થાપકતા‘ વિષય પરના સંમેલનમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, સાચી સ્થિતિસ્થાપકતાએ સુનિશ્ચિત કરવામાં રહેલી છે કે કોઈ પણ નાગરિક, ઉદ્યોગ અથવા પ્રદેશ પાછળ ન રહે.

તેમણે 2047 સુધીમાં વિકસીત  ભારત બનાવવા માટે સામૂહિક પ્રયાસો કરવા હાકલ કરી. તેમણે કહ્યું કે કટોકટીના સમયમાં, સર્વસંમતિ પર આધારિત નિર્ણયોની વધુ જરૂર હોય છે.