ઓક્ટોબર 18, 2026 10:28 એ એમ (AM)

printer

જાપાનમાં આજે ‘એશિયન પેરા ગેમ્સ 2026’નો પ્રારંભ થશે

જાપાનના આઈચી-નાગોયા ખાતે આજે ‘એશિયન પેરા ગેમ્સ 2026’નો પ્રારંભ થશે. ભારતીય દળનું નેતૃત્વ પેરા-બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગત અને દોડવીર સિમરન શર્મા ધ્વજવાહક તરીકે કરશે. ખંડ-સ્તરીય આ રમતગમત સ્પર્ધાની પાંચમી આવૃત્તિમાં 45 નેશનલ પેરાલિમ્પિક કમિટીઓના લગભગ ત્રણ હજાર ખેલાડીઓ એકત્ર થશે. આ ગેમ્સ આ મહિનાની 24 તારીખ સુધી ચાલશે, જેમાં 18 રમતોમાં સ્પર્ધાઓ યોજાશે.

આજે નાગોયાના પાલોમા મિઝુહો સ્ટેડિયમમાં યોજાનાર ઉદ્ઘાટન સમારોહની થીમ “WABI: We Are Beautiful Individuals” રાખવામાં આવી છે. આ સમારોહ ભારતીય પ્રમાણભૂત સમય મુજબ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.