ઓક્ટોબર 18, 2026 10:59 એ એમ (AM)

printer

ત્રણ મહિના સુધી ચાલનારા કલાત્મક લાઇટિંગ થીમ સાથેના પ્રકાશ પર્વ 2026નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એકતાનગર ખાતે ઉદ્ઘાટન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકતાનગર ખાતે પ્રકાશ પર્વ 2026નું ઉદઘાટન કર્યુ હતું.. આ પ્રસંગે એકતાનગર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. ત્રણ માસ સુધી ચાલનારા આ પ્રકાશ પર્વની ઉજવણી માટે 7.6 કિલોમીટરના વિસ્તારમાં કલાત્મક થીમ આધારિત લાઈટિંગ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બની રહ્યું છે.. પંદર જાન્યુઆરી સુધી ચાલનારા આ પર્વમાં કલાત્મક લાઇટિંગ કરવામાં આવ્યું છે.. દિપોત્સવીના તહેવારોને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓના આકર્ષણ માટે આયોજન કરાયું હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતું.

એકતા પર્વને આપણે એકતા પ્રકાશ પર્વ તરીકે આજથી ત્રણ મહિના માટે ખુલ્લું મૂક્યું છે. કોઈપણ રાજ્યમાંથી આવે તો એને ક્લેરિટી થાય કે આપણે કેવી રીતે આપણા કલ્ચર સાથે, આપણા સ્પોર્ટ્સ સાથે, આપણી ખાણી પીણી, રહેણી કહેણી સાથે કેવી રીતે આપણે જોડાયેલા છે એનો અનુભવ થાય એ રીતે આજે આ પ્રકાશ પર્વ ખુલ્લું મૂક્યું છે.

 આ પ્રકાશ પર્વની ઉજવણીની સાથેસાથે મુખ્યમંત્રીએ આગામી સરદાર પટેલની 151મી જન્મજયંતી પ્રસંગેની યોજાનારી ઉજવણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્ય પરેડના સ્થળનું પણ નિરીક્ષણ કરીને મુખ્યમંત્રીએ જરૂરી સૂચનાઓ આપી હતી.