મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે હૉકીના જાદુગર તરીકે વિખ્યાત મેજર ધ્યાનચંદજીની જન્મજયંતીએ તેમના સન્માનમાં ઉજવાતા રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે તમામ ખેલરત્નો અને રમતપ્રેમીઓને શુભેચ્છાઓ પાઠવી.
સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે લખ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રેરિત ‘ખેલો ઈન્ડિયા’ અને ‘ફિટ ઈન્ડિયા’ જેવા અભિયાન થકી આજે સમગ્ર દેશમાં એક નવી ખેલ સંસ્કૃતિનો ઉદય થયો છે. ગુજરાતમાં પણ રાજ્ય સરકાર દ્વારા ‘ખેલ મહાકુંભ’ જેવા આયોજનના કારણે ગ્રામીણથી લઈને રાજ્યસ્તર સુધી રમતવીરોની પ્રતિભા ઝળકી છે. શ્રી પટેલે રમતગમતને આપણા દૈનિક જીવનનો હિસ્સો બનાવી સ્વસ્થ-સશક્ત ભારતનું નિર્માણ કરવા સૌને અનુરોધ કર્યો.