મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની બે દિવસની રાજ્યની મુલાકાત છે આજે તેઓ ગુજરાત યુનિવર્સિટી સ્થિત અટલ કલામ હોલ ખાતે રાજ્યભરના 500થી વધુ બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) સાથે સંવાદ સાધશે. ત્યારબાદ, તેઓ શેલા સ્થિત AUDA ઓડિયોરિયમ ખાતે 1000થી વધુ ઈલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC) ના સભ્યો સાથે સંવાદ કરશે. ગઇકાલે તેઓઓએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) પરિસરની મુલાકાત લઈને નાગરિકો સાથે ભારતમાં ચૂંટણીઓનું સંચાલન – વિશ્વની સૌથી મોટી લોકશાહી વિષય પર સંવાદ કર્યો હતો
Site Admin | સપ્ટેમ્બર 11, 2026 10:36 એ એમ (AM)
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર આજે અમદાવાદમાં રાજ્યના બૂથ લેવલ ઓફિસર્સ સાથે સંવાદ કરશે