રાજ્યના 11 કરોડ 42 લાખ રૂપિયાના એક મોટા ડિજિટલ ધરપકડ કેસમાં કેન્દ્રીય તપાસ સંસ્થા – CBIએ વધુ બે આરોપીની ધરપકડ કરી. CBIએ ઑપરેશન ચક્ર – 6 હેઠળ 10 રાજ્યમાં 22 સ્થળ પર દરોડા પાડ્યા હતા.
વર્તમાન કેસમાં પીડિતને કથિત રીતે પોલીસ અધિકારીઓ અને ટેલિકોમ રૅગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયાના અધિકારીઓ તરીકે ઓળખ આપીને સાયબર ગુનેગારોએ ત્રણ મહિના સુધી ડિજિટલ ધરપકડ હેઠળ રાખ્યા. તેમજ સિન્ડિકેટ દ્વારા નિયંત્રિત ખાતાઓમાં 11 કરોડ 42 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા મજબૂર કરાયા.