પ્રાદેશિક સમાચાર

જુલાઇ 2, 2024 8:15 પી એમ(PM)

views 54

રાજ્યની દૂધ મંડળીઓના સભાસદોની સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વર્ચ્યૂઅલ સમીક્ષા બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ

રાજ્યની દૂધ મંડળીઓ-સભાસદોના ખાતા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં વધુ માત્રામાં ખોલાવા અંગે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વર્ચ્યૂઅલ સમીક્ષા બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ ગઈ. આ બેઠકમાં આગામી છઠ્ઠી જુલાઈએ સહકાર દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાનારા 'સહ...

જુલાઇ 2, 2024 8:02 પી એમ(PM)

views 74

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા, મહિસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી

રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા, મહિસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. ગાંધીનગરના રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્રના જણાવ્યા મુજબ, સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 169 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. સૌથી વધારે 9 ઇંચ બનાસકાંઠાના લા...

જુલાઇ 2, 2024 7:47 પી એમ(PM)

views 67

નીટ પરીક્ષા ગેરરીતિ  સંદર્ભે પંચમહાલના ગોધરામાં સતત આઠમા દિવસે તપાસ યથાવત

નીટ પરીક્ષા ગેરરીતિ  સંદર્ભે પંચમહાલના ગોધરામાં સતત આઠમા દિવસે તપાસ યથાવત રહી છે. સીબીઆઈએ  ગોધરાની જય જલારામ શાળાનાસંચાલક દિક્ષિત પટેલ અને અન્ય 4 આરોપીઓને સાથે રાખીને પૂછપરછકરી નિવેદન લીધા હતા. દરમિયાન  ગુજરાત અને અન્યરાજ્યોના વિદ્યાર્થીઓને નોટીસ આપી બોલાવીને પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે પાંચ આરો...

જુલાઇ 2, 2024 3:23 પી એમ(PM)

views 68

રાજ્યના અનેક સ્થળે ભારેથી અતિભારે વરસાદના અહેવાલ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના અનેક સ્થળે ભારેથી અતિભારે વરસાદના અહેવાલ છે. નવસારીના અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે, નવસારી અને જલાલપોર તાલુકામાં વરસાદનું રેડ અને ઑરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખી બંને તાલુકામાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા વહીવટી તંત્રએ જાહેરાત કરી છે. તાપીના અમારા પ્રતિનિધિ...

જુલાઇ 2, 2024 3:21 પી એમ(PM)

views 62

રાજ્યમાં આજે 146 તાલુકામાં વરસાદ નોંધાયો

સૌરાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ અહેવાલ છે. રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્રના સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના અહેવાલ મુજબ આજે 146 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ચાર ઈંચ વરસાદ નવસારીના ચીખલી તાલુકામાં નોંધાયો. જ્યારે અરવલ્લીના ભિલોદા તાલુકામાં સવા ત્રણ ઈંચ, બનાસકા...

જુલાઇ 2, 2024 3:18 પી એમ(PM)

views 62

લોકસભામાં ગઈકાલે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કરેલા નિવેદન અંગે ભાજપે પ્રતિક્રિયા આપી

લોકસભામાં ગઈકાલે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કરેલા નિવેદન અંગે ભાજપે પ્રતિક્રિયા આપી છે. પ્રદેશ ભાજપ કાર્યલય કમલમ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપના પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસ અને મીડિયા સહ કન્વીનર ઝુબિન આશરાએ રાહુલ ગાંધીના નિવેદનને વખોડી કાઢ્યું હતું. ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલે રાહુલ ગાંધીના...

જુલાઇ 2, 2024 3:17 પી એમ(PM)

views 74

રાજ્યભરમાં નવા ત્રણ ફોજદારી કાયદા અંગે લોકોને જાગૃત કરવા વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમો યોજાયા

રાજ્યભરમાં નવા ત્રણ ફોજદારી કાયદા અંગે લોકોને જાગૃત કરવા વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે પરિસંવાદ દ્વારા મહિલા, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને નવા કાયદાઓની માહિતી આપી. છોટા ઉદેપુર જિલ્લામાં બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા એ.એસ.પી. ગૌરવ અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાયેલા કા...

જુલાઇ 2, 2024 3:16 પી એમ(PM)

views 71

રાજકોટના ધોરાજી તાલુકામાં આવેલો ભાદર-2 ડેમ સો ટકા ભરાયો

રાજકોટના ધોરાજી તાલુકામાં આવેલો ભાદર-2 ડેમ સો ટકા ભરાઈ ગયો છે. જેને કારણે કાંઠા વિસ્તારોથી દૂર રહેવા માટે હાઇ અલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ સબ ડિવિઝનની એક યાદીમાં ભાદર-2ના ઉપરવાસમાં આવેલા ગામોને આ સંદેશ જાહેર કરાયો છે, તેમજ ગ્રામજનોને નદી કાંઠા વિસ્તાર અને પટમાં અવર-જવર નહીં કરવા કહેવાયું છે.

જુલાઇ 2, 2024 3:13 પી એમ(PM)

views 80

સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ..

રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જૂનાગઢ જિલ્લાના વંથલીમાં 14 ઇંચ, વિસાવદરમાં 13 ઇંચ જૂનાગઢ શહેરમાં 12 ઇંચ જેટલો વરસાદ થયો હોવાના અહેવાલ છે. રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્રએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 143 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્...

જુલાઇ 1, 2024 7:43 પી એમ(PM)

views 83

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે લોંગ ડ્યુરેશન એનર્જી સ્ટોરેજ કાઉન્સિલ સાથે ઊર્જા સંરક્ષણ ક્ષેત્રે સમજૂતી કરાર કર્યા

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને ગુજરાત એનર્જી ટ્રેનિંગ એન્ડ રિસર્સ ઇન્સ્ટિટ્યૂટ -GETRI અંતર્ગત વિભાગ સેન્ટર ફૉર નેટ-ઝીરો એનર્જી ટ્રાન્ઝિશને લૉન્ગ ડ્યૂરેશન એનર્જી સ્ટૉરેજ કાઉન્સિલ સાથે મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. રાજ્યના ઊર્જા અને પેટ્રૉ-કેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ, ઊર્જા અને પેટ્...